શરદ પૂર્ણિમાનું મહત્વ : આજે 28 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી રહી છે, અશ્વિન માસના શુક્લ પક્ષમાં આવનારી પૂનમને શરદ પૂનમ પણ કહેવામાં આવે છે. હિંદુ પંચાગ પ્રમાણે તમામ પૂનમમાં સૌથી પ્રસિદ્ધ શરદ પૂનમ છે.
એવી માન્યતા પણ છે કે આખા વર્ષમાં શરદ પૂનમ એક માત્ર એવી રાત હોય છે જ્યારે ચંદ્ર પોતાની સોળે કલાએ ખીલે છે. આપણા હિંદુ ધર્મમાં માનવ ગુણ કોઈના કોઈ કલા સાથે જોડાયેલા છે. કહેવાય છે કે સોળ અલગ અલગ કલાના મિશ્રણથી એક માનવ બને છે. તેઓ ભગવાન વિષ્ણુના પૂર્ણ અવતાર હતા.
ભગવાન કૃષ્ણ પણ સોળ કલાઓની સાથે જન્મયા હતા. એવુ પણ કહેવાય છે કે ભગવાન રામનો જન્મ માત્ર 12 કલાઓ સાથે થયો હતો. શરદ પૂનમ કૌમુદી વ્રત અને કોજાગર વ્રતના નામે પણ ઓળખાય છે. શરદ પૂનમની પૂજા, શુભ મુહૂર્ત અને પૂજાની વિધિ શું છે તે વિશે વિસ્તારમાં જાણીએ.
શરદ પૂર્ણિમાનું મહત્વ
ગરબાની વિશેષ રમઝટ, એટલ જ શરદ પૂનમ. આ દિવસે સૌ કોઈ રાહ જુએ છે એ સમયનો જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે. વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુના બાળસ્વરૂપનુ આ સુંદર દ્રશ્ય દરેકનું મન મોહી લે છે.
પ્રાચીનકાળહી શરદ પૂનમને ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. શરદ પૂનમથી હેમંત ઋતુની શરૂઆત થાય છે. તેનું મહત્વ અને ઉલ્લાસના રીત-ભાતના સંબંધે જ્યોતિષાચાર્ય પ્રેમનારાયણ શાસ્ત્રીના મુજબ શરદ પૂનમનું મહત્વ શાસ્ત્રોમાં વર્ણિત છે.
એ બતાવે છે આ રાતનો ચંદ્રમાં પોતાની સમસ્ત કળાઓની સાથે હોય છે. રાત્રે 12 વાગે થનારી આ અમૃત વર્ષાનો લાભ માનવને મળે એ જ ઉદ્દેશ્યથી ચંદ્રોદ્દયના સમયે ચાંદના પ્રકાશ નીચે ખીર કે દૂધ મુકવામાં આવે છે, જેનુ સેવન રાત્રે 12 વાગ્યા પછી કરવામાં આવે છે.
પૂનમ ભલે ગમે ત્યારે શરૂ થતી હોય પણ પૂજા બપોરે 12 વાગ્યા પછી જ શુભ મુહુર્તમાં થાય છે. પૂજામાં લક્ષ્મીજીની મૂર્તિ ઉપરાંત કળશ, ધૂપ, દુર્વા, કમળનું ફૂલ, હતંકી, ધનસંપત્તિ, આરી, અનાજ, સિંદૂર અને નારિયળના લાડુનું વિશેષરૂપે ચઢાવાય છે.
આ પણ વાંચો,
શરદ પૂનમ તિથિ અને મુહૂર્ત
28 ઓક્ટોબર 2022ના રોજ 3:44:06થી શરૂ થઈને 29 ઓક્ટોબર 02:26:46 પર પૂર્ણ થશે. શરદ પૂનમના રોજ ચંદ્રોદય સાંજે 05:52 વાગ્યે થશે, ચંદ્રોદય બાદ પૂજા કરવામાં આવે છે.
આ પર્વ પર ક્યારે ખીર બનાવવી શકાય?
ચંદ્રગ્રહણ શરૂ થાય તે પહેલા તમે આ ખીરને ચંદ્રના પ્રકાશમાં રાખી શકો છો. પરંતુ, ધ્યાનમાં રાખો કે ગ્રહણ શરૂ થાય તે પહેલાં, ખીરને ત્યાંથી કાઢી નાખો. ચંદ્રગ્રહણ પહેલા એટલે કે સુતક કાળમાં જો તમે ખીરને ચંદ્રપ્રકાશમાં રાખો છો. આ દિવસે સૂતકની શરૂઆત પહેલા ખીરમાં તુલસીના પાન નાખો.
તો ધ્યાનમાં રાખો કે તમારે માત્ર એટલી જ ખીર બનાવવી જોઈએ કે તે ગ્રહણ શરૂ થાય તે પહેલા જ પૂરી થઈ જાય. શરદ પૂર્ણિમાની રાત્રે ખીર બનાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષના મતે ગ્રહણનો સુતક સમય શરૂ થાય તે પહેલા ખીર તૈયાર કરો.
શરદ પૂનમના દિવસે ખીરનું મહત્વ
માન્યતાઓ અનુસાર, શરદ પૂનમના દિવસે ચંદ્રની કિરણોમાં તમામ રોગોનો નાસ કરી દે તેવા ગુણ હોય છે જે શરીર અને આત્મા બંનને પોષણ આપે છે. શરદ પૂનમના દિવસે ચંદ્રની કિરણોમાંથી અમૃત નીકળે છે. પૌરાણક કથા અને માન્યતા પ્રમાણે, શરદ પૂનમના દિવસે ચંદ્રના કિરણોથી તમામ રોગોનો નાસ કરી દે તેવા ગુણ હોય છે.
જે શરીર અને આત્મા બન્ને માટે પોષણરુપ હોય છે. એક એવી પણ માન્યતા રહેલી છે કે શરદ પૂનમના દિવસે ચંદ્રની કિરણોમાંથી અમૃત નીકળે છે અને તેનો લાભ મેળવવા માટે ખીરને ચંદ્રના અજવાળામાં મૂકવામાં આવે છે. અને ત્યારબાદ સવારના સમયે ખીરને પ્રસાદરૂપે આરોગવામાં આવે છે.
જાણો શરદ પૂર્ણિમાએ રાત્રે કેમ ધાબા પર રાખવામાં આવે છે દૂધ પૌંઆ
આખી રાત ચંદ્રમાના પ્રકાશમાં રાખેલી ખીર હવે સામાન્ય ખીર નહી પરંતુ તે એક ઔષધિ બની ગઈ છે. જે ખીર પિતનાશક હોય છે. તેમજ શીતળ, સાત્વિક અને આરોગ્યપ્રદ બની ગઈ હોય છે. તેનો લાભ મેળવવા માટે ખીરને ચંદ્રના અજવાળામાં મૂકવામાં આવે છે. અને ત્યારબાદ સવારના સમયે ખીરને પ્રસાદરૂપે આરોગવામાં આવે છે.
આ પણ વાંચો,
શરદ પૂર્ણિમાના દિવસે કેવી રીતે રાખવામાં આવે છે ખીર
શરદ પુર્ણિમાના આ દિવસે ચંદ્ર પોતાની 16 કલાઓથી પરિપુર્ણ થઈ અમૃત વર્ષા કરતો હોય છે. ચંદ્રમાં મન અને ઔષધિઓના દેવતા માનવામાં આવે છે. આ દિવસે ધાબા પર ચંદ્રમાનો પ્રકાશ પડે તે રીતે એક પાત્રમાં રાત્રિમાં ખીર મુકવી જોઈએ અને રાખવી જોઈએ અને ત્યાર બાદ તેને ચાંદીના વાસણમાં લઈને ખાવી જોઈએ.
ચોખાના પૌવા, સાકર અને દૂધ સાથે બનાવેલ ખીર આરોગવામાં આવે?
આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલેલ હોય છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે. આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે. જેમાં ચોખાના પૌવા, સાકર અને દૂધ સાથે બનાવેલ ખીર આરોગવામાં આવે છે. તેમજ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે.
શું આ દિવસે આકાશમાંથી અમૃત વરસે?
આ રાતે ખુલ્લા આકાશની નીચે દૂધ- પૌઆ બનાવવામાં આવે છે. ચંદ્રમાંથી નીકળનારી કિરણો સીધી દૂધ- પૌઆ પર પડે છે. ચંદ્રની કિરણોના પ્રભાવથી દૂધ- પૌઆ ઔષધીય ગુણો મળે છે. આ દૂધ- પૌઆ ખાવાથી શ્વાસ સંબંધિત બીમારીઓમાં રાહત મળે છે.
એટલા માટે જ આપણા વડીલો દ્વારા આને પ્રથા તરીકે વિકસાવવામાં આવી છે. માન્યતા મુજબ ધાબા ઉપર રાખેલા આ દુધ પૌંઆ દમના દર્દીઓ માટે એક ઔષધિ જેવું પુરવાર થાય છે. દુધ-પૌંઆ એ પિત્તનાશક છે.જે ચંદ્રના કિરણોમાંથી જંતુનાશક શક્તિ મેળવે છે.
આ પણ વાંચો,
ખીર રાત્રે 2.30 પછી રાખી શકો છો?
આ વખતે શરદ પૂર્ણિમાના દિવસે ધાબા પર ખીર ન રાખવી સારું રહેશે. તમે ખીર રાત્રે 2.30 પછી રાખી શકો છો.જ્યોતિષીય ગણતરી મુજબ ગ્રહણની અસર રાત્રે 2.30 સુધી જ રહેશે.
આવી સ્થિતિમાં ગ્રહણ સમાપ્ત થયા પછી, તમે ખીર બનાવી શકો છો અને તેને ચાંદની રાતમાં રાખી શકો છો. આની અસરો પણ થશે. આ પહેલા ચાંદની રાતે ખીરને રાખવાથી લાભની જગ્યાએ નુકસાન થાય છે.
આવું કરવાથી આખું વર્ષ માણસ નિરોગી રહે છે ?
આ દૂધ પૌંઆનો પ્રસાદ ગ્રહણ કરવાથી શરીરમાંથી નેગેટીવ ઉર્જા દુર થાય છે. એટલું જ નહિ. ચંદ્રના શીતળ કિરણોથી પકવેલા દૂધ પૌઆ આરોગવાથી સમગ્ર વર્ષ દરમિયાન નિરોગી રહી શકાય છે. શરીરમાંથ રોગમાંથી મુક્તિ મળે છે. ભાદરવામાં સખત તાપ પડે છે તો ઋતુ બે ઋતુ પણ થાય છે.
જે ચંદ્રના કિરણોમાંથી જંતુનાશક શક્તિ મેળવે છે. ચોખાના સ્ટાર્ચના ઉમેરાવવાથી આ પ્રક્રિયાને વધુ વેગ મળે છે. આ ખીર ખાવાથી અસ્થમા, ચામડીના રોગો અને શ્વસન રોગોમાં વિશેષ લાભ મળે છે. તેનો બીજો ફાયદો એ પણ છે કે, ભાદરવો મહિનો શરીરમાં પિત્ત ઉભો કરતો મહિનો છે.
આ પણ વાંચો,
!! Gujuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!