નવા વાહનના રજીસ્ટ્રેશન માટે નવા નિયમો જાહેર

નવા વાહનના રજીસ્ટ્રેશન માટે નવા નિયમો જાહેર : જેમાં ભાડાના ઘરમાં રહેતા લોકોએ નવુ વાહન ખરીદતા સમયે રહેઠાણના પુરાવા તરીકે ભાડા કરારની સાથે સાથે એફિડેવિટ પણ ફરજિયાત પણે રજૂ કરવાની રહેશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે એક મોટો નિર્ણય લીધો છે.

આ અંગે વાહન વ્યવહાર વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી એવો નિયમ હતો, નવા વાહનના રજિસ્ટ્રેશન માટે માત્ર ભાડા કરારની જરૂર પડતી હતી. આ માટે પોલીસ વેરિફિકેશન કરાયેલ ભાડા કરારને માન્ય ગણવામાં આવતુ હતું.

નવા વાહનના રજીસ્ટ્રેશન માટે નવા નિયમો જાહેર

પરંતુ હવે આ નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે ભાડા કરારની સાથે સાથે પબ્લિક નોટરી અથવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ કરાયેલું એફિડેવિટ પણ ફરજિયાત રજૂ કરવુ પડશે.

સાથે જ પરિપત્રમાં એવુ પણ જણાવ્યું કે, એફિડેવિટની સાથે લાઈટબિલ, વેરાબિલ, ગેસબિલ સહિતના પુરાવા પણ વધારાના પુરાવા તરીકે રજૂ કરી શકાશે. ઘણા વિભાગોના વાહનો ઘણીવાર અન્ય રાજ્યોમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અથવા તે વાહનોને શિફ્ટ કરવા પડે છે.

આવી સ્થિતિમાં તમે બીજા રાજ્યમાં જાઓ કે તરત જ તે રાજ્યના નિયમો અનુસાર રજિસ્ટ્રેશન પેપર ટ્રાન્સફર કરવાનું રહે છે. આ માટે તમારે RTO ની મુલાકાત લેવી પડશે. આ કામ જટિલ છે જેને જોતા કેન્દ્ર સરકારે આ ગડબડને કાયમ માટે સમાપ્ત કરવાનું વિચાર્યું છે.

દશેરાએ નવી ગાડી ખરીદવાના હોય તો ખાસ જાણી લેજો

BH શ્રેણીના વાહનો કોઇપણ કાગળ વગર બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરી શકાય છે. તે કયા પ્રાંતમાં નોંધાયેલ છે તેનાથી કોઈ ફરક પડતો નથી. હાલ આ વ્યવસ્થા અમલમાં છે. BH શ્રેણીની સમગ્ર પ્રક્રિયા ડિજિટલ છે.

તમે ઘરે બેઠા આ નવા રજીસ્ટ્રેશન માટે અરજી કરી શકો છો. જરૂરી દસ્તાવેજો ઓનલાઇન સબમિટ કરી શકાય છે. નોંધણી કેવી રીતે કરવી તેની વિગતો નીચે આપેલ છે

  • જો કોઈ કર્મચારી ખાનગી ક્ષેત્રમાં કામ કરે છે, તો તેણે વાહનના નોંધણી દસ્તાવેજ સાથે ફોર્મ 60 જોડવું આવશ્યક છે. BH શ્રેણીની નંબર પ્લેટ ફોર્મ 60 ના આધારે આપવામાં આવશે.
  • જો વાહન માલિક સરકારી નોકરીમાં હોય, સરકારી કર્મચારી હોય, તો તેણે રજિસ્ટ્રેશન દસ્તાવેજ સાથે તેના સત્તાવાર ઓળખ કાર્ડની નકલ જોડવાની રહેશે.
  • BH રજીસ્ટ્રેશન માટે વાહન માલિકે બે વર્ષ માટે એક વખતનો રોડ ટેક્સ ચૂકવવો પડશે. ટેક્સની રકમ વાહનના ઈન્વોઈસ પર નિર્ભર રહેશે. જે વાહનોની કિંમત 10 લાખથી ઓછી હોય તેમણે 8% ટેક્સ ભરવો પડશે અને 10-20 લાખ સુધીના વાહનો પર 10 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જે વાહનોની કિંમત 20 લાખથી વધુ હોય તેમના પર 12 ટકા રોડ ટેક્સ લાગશે
  • ડીઝલ અને ઇલેક્ટ્રિક વાહનો માટે રોડ ટેક્સના નિયમો અલગ છે. ડીઝલ વાહનો માટે, 2% વધુ રોડ ટેક્સ ચૂકવવો પડશે અને નિયમિત રકમ પર ઉમેરવામાં આવશે. EVs ને મોટો ફાયદો મળી રહ્યો છે કારણ કે તેમને રોડ ટેક્સમાં 2 ટકાની છૂટ આપવામાં આવી રહી છે.
  • BH શ્રેણીનું સમગ્ર કામ ઓનલાઈન પોર્ટલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પરિવહન મંત્રાલયે આ માટે ખાસ પોર્ટલ તૈયાર કર્યું છે. આ પોર્ટલ દ્વારા BH શ્રેણીના નંબર રેન્ડમ રીતે જારી કરવામાં આવશે. નંબર પ્લેટનો રંગ સફેદ હશે અને તેના પર કાળા અક્ષરોમાં નંબર લખવામાં આવશે.

વાહનના રજિસ્ટ્રેશનનો આ નિયમ બદલાયો

નવા વાહનના રજિસ્ટ્રેશન માટે અનેક પ્રકારના મતમતાંતર જોવા મળી રહ્યા હતા કે, કયા પુરાવા માન્ય ગણવા અને કયા નહિ. તેથી રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા 17 ઓક્ટોબરના રોજ આ અંગે ખુલાસો કરતો પરિપત્ર જાહેર કર્યો છે.

તાજેતરમાં જ વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યના વાહન ડીલર્સને રજિસ્ટ્રેશન કરવાની સત્તા આપી દીધી છે. તેથી મોટા ફેરફારો અને મૂંઝવણ જોવા મળી હતી. કારણ કે, ડીલરો ભાડાકરારની સાથે એફિડેવિટ લઈને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરી દેતા હતા.

શું નિયમોમાં થશે ફેરફાર?

જ્યારે આરટીઓમાં ક્રોસ વેરિફિકેશન માટે એફિડેવિટ ને ભાડાકરાર માન્ય રાખવાનો ઈન્કાર કરાયો હતો. ત્યારે હવેથી કંપનીના નામે વાહન ખરીદતા સમયે ટેક્સનું સર્ટિફિકેટ પણ રજૂ કરવુ પડશે. કોઈ પણ વ્યક્તિ કંપની કે ફર્મના નામે વાહન ખરીદશે.

તો સરનામાના પુરાવા તરીકે પ્રોપરાઈટરના ઓળખના પુરાવા સાથે કંપનીના વધારાના પુરાવા તરીકે પ્રોપર્ટીનો દસ્તાવેજ, જીએસટી, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, શોપ એક્ટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અથવા પ્રોપર્ટી કાર્ડ રજૂ કરવાનું રહેશે.

ત્યારે વાહન વ્યવહાર વિભાગના આ નવા નિયમથી ગમે તે શહેરમાં રહેતો વ્યક્તિ પોતાના કોઈ પરિચિત વ્યક્તિ ગ્રામ્ય વિસ્તારમાં રહેતું હોય તો તેના ઘરના સરનામાનો ઉપયોગ કરીને વાહન ખરીદી શકશે. મિત્ર કે પરિચિતના ઘરના સરનામાનો ભાડાકરાર બનાવી પબ્લિક નોટરી પાસે એફિડેવિટ બનાવીને રજૂ કરવાનું રહેશે.

વધુ માહિતી માટે

આ પણ વાંચો,gujjuonline

આ 4 રીતે તમારું PF બેલેન્સ ચેક કરો

SBI પર્સનલ લોન મેળવો

ધરે બેઠા નવું રેશન કાર્ડ માટે ઓનલાઇન અરજી કરો

આભા કાર્ડ કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું?

ગુજરાત રેશનકાર્ડની યાદી ઓનલાઇન જુવો 2023

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને નવા વાહનના રજીસ્ટ્રેશન માટે નવા નિયમો જાહેર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!