નવું વાહન ખરીદનારા માટે મહત્વના સમાચાર

નવું વાહન ખરીદનારા માટે મહત્વના સમાચાર : અત્યાર સુધી ભાડાં કરારથી વર્ષે આઠથી દસ હજાર નવાં વાહનો વેચાતાં હતાં. જેને આરટીઓ કચેરી (RTO Office) મંજૂરી પણ આપતું હતું.

પરંતુ હવે જમીન કે મિલ્કતના ભાડાં કરારથી નવાં વાહનો ખરીદી શકાશે નહીં પણ માન્ય પુરાવાની સાથે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલી એફિડેવિટ હશે તો માન્ય રખાશે. એફિડેવિટ ના હોય તો આરટીઓમાં માન્ય પુરાવાથી વાહન ખરીદી શકાશે.

નવું વાહન ખરીદનારા માટે મહત્વના સમાચાર

પરંતુ વાહન રજિસ્ટ્રેશન માટે વ્યક્તિ જ્યાં રહેતો હોય તે જિલ્લાની આરટીઓ કચેરીમાં જવાનું રહેશે. શુક્રવારની મીટિંગ અચાનક યોજાતા કેટલીક આરટીઓમાં પૂરતી વ્યવસ્થા પણ થઇ શકી નહીં.

ડીલરોના પ્રતિનિધિઓની ઓનલાઇન મીટિંગ હતી. મીટિંગમાં ધ સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સ 1989નો કડક અમલ કરવાની સૂચના અપાઇ હતી. કંપનીના નામે નવા વાહનની ખરીદીમાં તમામ પુરાવા માન્ય રહેશે.

કોઇ વ્યક્તિ નવું વાહન ખરીદે ત્યારે આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, એલઆઇસી અને સેન્ટ્રલ કે સ્ટેટની પગાર સ્લિપ માન્ય રહેશે. ઇલેક્ટ્રિક બિલ, ઇન્ડેક્સ પુરાવા તરીકે નહીં ગણાય.

શું રજિસ્ટ્રેશનની તમામ કામગીરી ડીલરોને સોંપાશે?

ડીલરોને નવી જવાબદારીમાં અનેક ખામીઓ છે. તેમજ વેરિફિકેશનની સત્તા ન હોઈ સમસ્યા સર્જાશે. RTOની કામગીરી ડીલરને સોંપવામાં આવતા ડીલરોમાં આક્રોશ છે. આજે 14 સપ્ટેમ્બરથી વાહન રજિસ્ટ્રેશનની તમામ કામગીરી ડીલરોને સોંપાશે.

તેમજ વાહનની તમામ પ્રકારની ફી, ડોક્યુમેન્ટ વેરફિકેશન કરી હવે ડીલરોએ અપલોડ કરવાના રહેશ. નવી જવાબદારી સોંપાઈ પરંતુ તેમાં અનેક ત્રુટિઓ છે તેમ ડીલર્સ જણાવી રહ્યાં છે.

આ ખાસ સૂચના ડિલરોને અપાઈ હતી?

શુક્રવારે RTOઓમાં ડીલરોના પ્રતિનિધિઓની ઓનલાઈન મીટિંગ યોજાઈ હતી. જેમાં ડિલરોને ધ સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સ 1989નો કડક અમલ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.

સાથે વ્યક્તિના સરનામાના અસલ પુરાવા જોઈને વેરિફાઈ કરવાની અને તેની નકલ પર સહી કરવાની જવાબદારી પણ વાહન ડિલરોને સોંપવામાં આવી છે.

શું RTOના ધક્કામાંથી ગ્રાહકોને મળશે મુક્તિ?

જો કે હવે નવા નિયમ અનુસાર શૉરૂમમાંથી ગ્રાહક વાહન ખરીદે, તે સાથે જ રજિસ્ટ્રેશન અને ટેક્સ ભર્યા બાદ નવા નંબર સાથે જ વાહનની ડિલિવરી આપવામાં આવશે. જો નંબર પ્લેટ વિનાના વાહનો રોડ પર ફરતા જોવા મળશે, તો ડીલર સામે કાર્યવાહી થઈ શકે છે.

નવા નિયમ મુજબ, ડીલરે જ નવા નંબર કાઢવાની તેમજ નંબર પ્લેટ લગાવવાની કામગીરી કરવાની રહેશે. આ નિયમના કારણે વાહન ખરીદનાર ગ્રાહકોને RTO કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. આટલું જ નહીં, નંબર ફાળવણીની પ્રક્રિયા ઝડપી બની જશે.

શું હવે એફિડેવિટ તો માન્ય ગણાશે? 

અત્યાર સુધી ભાડા કરારને સરનામાના પ્રુફ તરીકે રજૂ કરીને નવું વાહન ખરીદી શકાતું હતું, આરટીઓ દ્વારા પણ મંજૂરી અપાતી હતી. પરંતુ હવે ભાડા કરારથી વાહનો ખરીદી શકાશે નહીં.

પરંતુ જો માન્ય પુરાવાની સાથે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલ એફિડેવિટ હશે તો આ ભાડાકરાર માન્ય રખાશે. જો આ એફિડેવિટ નહીં હોય તો ગ્રાહક ભાડાકરાર પર વાહન ખરીદી શકશે નહીં.

પ્લેટ વગરની કાર વેચશે તો ડિલર લાયસન્સ રદ્દ થશે?

14 તારીખ પછી નંબર પ્લેટ સાથે જ કારનું વેચાણ થઇ શકશે. જેમાં નંબર પ્લેટ વગરની કાર વેચશે તો 30 દિવસ માટે ડિલર લાયસન્સ રદ્દ થશે. તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જવાબદારી ડીલરો કેવી રીતે લઈ શકે તેમ ડીલરો જણાવી રહ્યાં છે.

જેમાં વેરિફિકેશનની સત્તા ડિલર પાસે નથી. AMC ટેકસનાં ટોકન મળતાં ઘણી વાર લાગે છે ત્યારે ટેકસ વગર વાહન નંબર કેવી રીતે મળશે. તમામ RTOમાં અલગ અલગ ડોક્યુમેન્ટ મંગાય છે ત્યારે તેનું એકસરખું લીસ્ટ જાહેર કરવું જોઈએ તેમ ડિલરોની માગ છે.

વર્ષે 8થી 10 હજાર વેચાતા હતા વાહનો

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભાડા કરારથી વર્ષે આઠથી દસ હજાર નવાં વાહનો વેચાતાં હતાં. જેને આરટીઓ કચેરી મંજૂરી પણ આપતું હતું. પરંતુ હવે જમીન કે મિલ્કતના ભાડાં કરારથી નવાં વાહનો ખરીદી શકાશે નહીં.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને નવું વાહન ખરીદનારા માટે મહત્વના સમાચાર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!