Shramyogi Prasuti Sahay Yojana। શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના 2023

Are You Looking for Shramyogi Prasuti Sahay Yojana 2023 sanman.gujarat.gov.in | શું તમે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના 2023 વિષે પુરી જાણકારી બતાવવામાં આવી છે.

શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના : બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ માં નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભાવસ્થા દરમ્યાન નાણાકીય સહાય આપવા અને બાંધકામ શ્રમિકોને સામાજિક સ્થિરતા પ્રદાન કરવા માટે પ્રસૂતિ સહાય યોજના ચાલુ કરવામાં આવી છે.

Shramyogi Prasuti Sahay Yojana : આ લેખ માં શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના શું છે? મળવાપાત્ર સહાય, જરૂરી ડોક્યુમેન્ટ, સહાય માટે અરજી કેવી રીતે કરવી વગેરે ની સંપૂર્ણ માહિતી જાણવા મળશે.

શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના વિષે ટૂંકમાં માહિતી

ગુજરાત રાજ્ય માં બાંધકામ શ્રમયોગી મહિલા અથવા પુરુષ શ્રમયોગીઓની પત્નીને પ્રસુતી થાય ત્યારે દવા, હોસ્પિટલ ખર્ચ, પૌષ્ટિક આહાર ખર્ચ વિગેરે માટે થતા ખર્ચમાં સહાય આપવાની યોજના. પ્રથમ બે પ્રસુતિ માટે આર્થિક સહાય મળવાપાત્ર છે.

Table of Shramyogi Prasuti Sahay Yojana

યોજના નું નામ શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના
વિભાગ બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત
લાભાર્થી શ્રમયોગી મહિલા અથવા પુરુષ શ્રમયોગીઓની પત્ની
મળવાપાત્ર સહાય રૂ.37,500/- સુધી સહાય
સતાવાર વેબસાઇટ @ sanman.gujarat.gov.in
હેલ્પલાઈન નંબર 079-25502271

શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના

ગુજરાત રાજ્ય માં બાંધકામ શ્રમયોગી મહિલા અથવા પુરુષ શ્રમયોગીઓની પત્નીને પ્રસુતી થાય ત્યારે દવા, હોસ્પિટલ ખર્ચ, પૌષ્ટિક આહાર ખર્ચ વિગેરે માટે થતા ખર્ચમાં સહાય આપવાની યોજના. પ્રથમ બે પ્રસુતિ માટે આર્થિક સહાય મળવાપાત્ર છે.

Shramyogi Prasuti Sahay Yojana

  • નોંધાયેલ બાંધકામ શ્રમિકની પત્ની હોય તો તેના કિરસામાં રૂ,6000 /-નો લાભ મળવાપાત્ર થશે,
  • નોંધાયેલ મહિલા પોતે શ્રમિક હોય તો પ્રથમ બે પ્રસુતિ પુરતી, સગર્ભાવસ્થા દરમ્યાન કુલ-રૂ. 17,500/- તથા પ્રસુતિ થયા બાદ કુલ- રૂ.20,000 /- પ્રસુતિ સહાય યોજના પેટે આપવામાં આવશે.
  • આમ, નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને કુલ રૂ.37,500 /- સહાય ની ચુકવણી કરવામાં આવશે.

પ્રસુતિ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ

શ્રમયોગી ડિલેવરી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.

  • મમતા કાર્ડની નકલ
  • કસુવાવડ અંગે PHC માન્ય ડોક્ટરનુ પ્રમાણપત્ર
  • રેશનકાર્ડની નકલ
  • બેંક પાસબૂકની નકલ
  • લાભાર્થીનું આધાર કાર્ડ
  • સોગંદનામું

Who can benefit from Prasuti Sahay Yojana?

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજનાના નિયમો

શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.

  • લાભાર્થીના બેન્ક ખાતામાં સીધી DBT થી સહાય આપવામાં આવે છે.
  • જો કોઈ મહિલા ને કસુવાવડ થઈ હોય તો તેને પણ લાભ આપવામાં આવે છે. મૃત બાળકના જન્મ તથા કસુવાવડના કિસ્સામાં માન્ય PHC ડોક્ટરનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. (ગર્ભ રહયા પછી ૨૬ મા અઠવાડીયા પહેલા અથવા એટલી મુદ્દત દરમ્યાન મહિલા અરજદાર કે બાંધકામ શ્રમિકની પત્નીને કસવાડ થયેલ હોય તેવા જ કિસ્સામાં)
  • સહાય માટે અરજી કરવાનો સમયગાળો ગર્ભ રહ્યાના તારીખથી છ મહિના ની અંદર કરવાનો રહેશે.
  • નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકના કિસ્સમાં પ્રસુતિ સહાય પહેલાની રૂ.17,500 /- સહાયમાં ૦૬ (છ)માં માસમાં અરજી કરવાની રહેશે તથા સર્જન/ગાયનેક સર્જન/ગાયનેક PHC માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર/મમતા કાર્ડની નકલ (નોંધાયેલ મહિલા શ્રમિકના કિસ્સામાં) ડોકટરનું પ્રમાણપત્ર/મમતા કાર્ડની નકલમાં પ્રસુતિની સંભવિત તારીખથી અરજી બોર્ડની કચેરીમાં ઈન્વર્ડ થયા તારીખનો સમયગાળાની ગણતરી કરતા ૦૬ માસ (છ) પુર્ણ થાય તે પહેલા અરજી કચેરીમાં ઈન્વર્ડ થયેલ હોવી જોઈએ.

Apply Online For Prasuti Sahay Yojana

અરજદાર sanman.gujarat.gov.in વેબસાઇટ પર જઈ ને ઓનલાઇન અરજી કરી શકે છે.

Important Link

ડિલેવરી પહેલા નું ફોર્મ ડાઉનલોડ કરો
ડિલેવરી પછી નું ફોર્મ ડાઉનલોડ કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Shramyogi Prasuti Sahay Yojana। શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!