Are You Looking for Shramyogi Shikshan Sahay Yojana । શું તમે શ્રમયોગી શિક્ષણ સહાય યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં ગુજરાત શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2023 વિષે પુરી જાણકારી જણાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.
Shramyogi Shikshan Sahay Yojana : બાંધકામ વ્યવસાય માં જોડાયેલા જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકો ના બાળકો પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ સહાય પૂરી પાડવા માટે આ શ્રમયોગી શિક્ષણ સહાય સહાય યોજના શરૂ કરવામાં આવી છે.
શ્રમયોગી શિક્ષણ સહાય યોજના : આ લેખ માં શ્રમયોગી શિક્ષણ સહાય યોજના શું છે? મળવાપાત્ર સહાય, જરૂરી ડોક્યુમેન્ટ, સહાય માટે અરજી કેવી રીતે કરવી વગેરે ની સંપૂર્ણ માહિતી જાણવા મળશે. તેથી આર્ટીકલ છેલ્લે સુધી વાંચવા વિંનતી.
Table of Shikshan Sahay Yojana
યોજના નું નામ | શ્રમયોગી શિક્ષણ સહાય યોજના |
વિભાગ | બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત |
લાભાર્થી | ગુજરાત ના બાંધકામ શ્રમિકો ના બાળકો |
મળવાપાત્ર સહાય | રૂ. 30,000 સુધી શિક્ષણ સહાય |
સતાવાર વેબસાઇટ | @ sanman.gujarat.gov.in |
હેલ્પલાઈન નંબર | 079-25502271 |
શ્રમયોગી શિક્ષણ સહાય યોજના શું છે?
રાજ્ય માં બાંધકામ વ્યવસાય માં જોડાયેલા જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકો ના બાળકો જે ઉચ્ચતર અભ્યાસ અને શિક્ષણ માં આગળ વધી તેનું બાળક પણ ડોકટર, એન્જિનિયર બને તેવા હેતુસર તેના માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ સહાય પૂરી પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.
Shramyogi Shikshan Sahay Yojana ના નિયમો
- શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
- બાંધકામ શ્રમિકે નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- જો બાંધકામ શ્રમિકના બે બાળકોને જ સહાય મળવા પાત્ર રહેશે. તે બંને બાળકના અલગ અલગ ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે.
- બાંધકામ શ્રમયોગીના બાળકો ની ઉંમર વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ. પુત્ર કે પુત્રી જો મૂંગા કે અપંગ હોય તો તેને વયમર્યાદામાં લાગુ પડશે નહીં.
- જે તે શૈક્ષણિક વર્ષમાં પહેલી ટ્રાયલ પૂરતી જ મર્યાદિત રહેશે. જો વિદ્યાર્થી વર્ગમાં નાપાસ થાય તો તે જ વર્ગ કે ધોરણમાં બીજી વાર સહાય મળવા પાત્ર રહેશે નહીં.
- જે બાળકો ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તે બાળકોને આ સહાય મળવા પાત્ર રહેશે નહીં.
- અરજદાર હોય ઓનલાઇન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ સાચી માહિતી ભરવાની રહેશે અન્યથા તેની અરજી રદ શકે છે.
શ્રમયોગી શિક્ષણ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ
શ્રમયોગી આકસ્મિક મૃત્યુ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ નીચે મુજબ છે.
- બાંધકામ શ્રમિક ના બાળકો ને પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી ના અભ્યાસ માટે 30,000 સુધી ની સહાય આપવામાં આવશે.
ધોરણ | સહાયની રકમ | હોસ્ટેલ સાથે |
ધોરણ ૧ થી ૪ | ₹ ૫૦૦/- | – |
ધોરણ ૫ થી ૯ | ₹ ૧૦૦૦/- | – |
ધોરણ ૧૦ થી ૧૨ | ₹ ૨,૦૦૦/- | ₹ ૨,૫૦૦/- |
આઇ.ટી.આઇ. | ₹ ૫,૦૦૦/- | – |
પી.ટી.સી. | ₹ ૫,૦૦૦/- | – |
ડિપ્લોમાં કોર્ષ | ₹ ૫,૦૦૦/- | ₹ ૭,૫૦૦/- |
ડીગ્રી કોર્ષ | ₹ ૧૦,૦૦૦/- | ₹ ૧૫,૦૦૦/- |
પી.જી. કોર્ષ | ₹ ૧૫,૦૦૦/- | ₹ ૨૦,૦૦૦/- |
પેરા મેડીકલ, નર્સિંગ, ફાર્મસી, ફીસીયોથેરાપી, હોમીયોપેથી, આયુર્વેદ | ₹ ૧૫,૦૦૦/- | ₹ ૨૦,૦૦૦/- |
મેડીકલ/એન્જિનીયરીંગ/ એમ.બી.એ./એમ.સી.એ./ આઇ.આઇ.ટી. | ₹ ૨૫,૦૦૦/- | ₹ ૩૦,૦૦૦/- |
પી.એચ.ડી | ₹ ૨૫૦૦૦/- | – |
Required Documents Of Shikshan Sahay Yojana
શ્રમયોગી શિક્ષણ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.
- વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસક્રમનું બોનાફાઇડ સર્ટિફિકેટ
- આધાર કાર્ડ
- બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક
- વિદ્યાર્થીના છેલ્લા વર્ષનું રીઝલ્ટ
- શાળા કે કોલેજમાં ફી ભર્યા ની રીસીપ્ટ
- જો રૂપિયા 5000 કે તેથી વધુની સહાય હોય તો સોગંદનામુ અને સંબંધી પત્રક ભરવાનું રહેશે
શ્રમયોગી શિક્ષણ સહાય યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકાય?
- અરજદાર @ sanman.gujarat.gov.in વેબસાઇટ પર જઈ ને ઓનલાઇન અરજી કરી શકે છે.
- સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને તમને આઈડી પાસવર્ડ મળશે.
- રજિસ્ટ્રેશન માં તમને બાંધકામ શ્રમિક ની વિગતો પૂછશે તે ભરવાની રહેશે.
- Create બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ આઈડી પાસવર્ડ દ્વારા લૉગઇન કરવાનું રહેશે.
- પછી તમારે શિક્ષણ સહાય/ પી.એચ.ડી યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારી સામે યોજના વિશે માહિતી અને નિયમો જોવા મળશે તે વાંચી ને Accept બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ Apply બટન પર ક્લિક કરવાનું રહેશે.
- પછી તમારે Personal Details ભરવાની રહેશે જેમાં શ્રમિક ઓળખ કાર્ડ ની વિગતો, વિદ્યાર્થી ની માહિતી અને સરનામું લખવાનું રહેશે. અને Save બટન ક્લિક કરવાનું રહેશે.
- પછી તમારે Scheme Details ભરવાની રહેશે જેમાં અભ્યાસ ની વિગતો ભરવાની રહેશે.
- પછી તમારે ડોક્યુમેંટ્સ અપલોડ કરવાના રહેશે.
- ડોક્યુમેંટ્સ અપલોડ કર્યા બાદ તમારે નિયમો વાંચી ને હું ઉપર ની બધી શરતો થી સહમત છું.
- સિલેકટ કરવાનું રહેશે અને Save બટન ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને તમને અરજી નંબર મળ્યા હશે એ સાચવી ને રાખવા તેની મદદ થી તમે તમારી અરજી ની સ્થિતિ ચેક કરી શકો છો.
Important link
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા | અહીં ક્લીક કરો |
સત્તાવાર વેબસાઈટ | @ sanman.gujarat.gov.in |
વધુ માહિતી માટે | અહીં ક્લીક કરો |
નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…….
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને શ્રમયોગી શિક્ષણ સહાય યોજના | Shramyogi Shikshan Sahay Yojana 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.