પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના 2023

Are You Looking For Pradhanmantri Kisan Maandhan Yojana @ maandhan.inશું તમે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના 2023 વિષે પુરી જાણકરી જણાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના 2023 : ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ અને આવક વધારવા માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકેલી છે. જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, પાક ધિરાણ યોજના, સિંચાઈની યોજનાઓ વગેરે બહાર પાડેલ છે.

એવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા ikhedut પોર્ટલ મારફતે ઘણી બધી ખેડૂતોની યોજનાઓના ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી ખેડૂત પેન્‍શન મળે તે માટે ભારત સરકાર દ્વારા “પ્રધાનમંત્રી કિસાન માનધાન યોજના” લોન્‍ચ કરેલ છે.

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના વિષે ટૂંકમાં માહિતી

Kisan Maandhan Yojana હેઠળ આપણા દેશના ખેડૂતોને લાભ આપવામાં આવશે. દેશના નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ કિસાનોને ઘડપણમાં સારી રીતે જીવન જીવવા માટે ભારત સરકાર દ્વારા પેન્‍શન આપવામાં આવશે.

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના 2021 ની શરૂઆત 31 May 2019 ના રોજ કરવામાં આવી હતી. આ યોજના દ્વારા ખેડૂતોને 60 વર્ષની ઉંમર પૂર્ણ થતાં 3000 પેન્‍શન આપવામાં આવશે. પ્રિય વાંચકો આ આર્ટિકલ દ્વારા યોજનાયોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશું.

Table of Pradhanmantri Kisan Maandhan Yojana

યોજનાનું નામ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના
ભાષા ગુજરાતી અને English
ઉદ્દેશ ખેડૂતોને પેન્‍શન આપીને સામાજિક સુરક્ષા પૂરી પાડવી
લાભાર્થી દેશના નાના અને સીમાંત ખેડૂતોને
સહાયની રકમ દર મહિને રૂપિયા 3000 પેન્‍શન મળવાપાત્ર
ઓફિશીયલ વેબસાઈટ @ maandhan.in

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના 2023

ખેડૂતો માટેની આ યોજનાને “કિસાન પેન્‍શન યોજના” પણ કહી શકાય. આ Kisan Pension Yojana 2021 નો લાભ મેળવવા માટે લાભાર્થીની ઉંમર 18 થી 40 વર્ષથી હોવી જોઈએ.

ભારતમાં વસતા ખેડૂતો કે જેમની પાસે 2 હેક્ટર કરતા ઓછી જમીન ધરાવતા હશે તેવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ લાભ મેળવનાર લાભાર્થીનું કોઈપણ કારણથી મૃત્યુ થાય તો તેના પત્ની(પતિ) ને દર મહિને 1500 રૂપિયા પેન્‍શન મળશે.

પીએમ કિસાન માનધન યોજનાનો હેતુ

Government of India હેઠળ કાર્યરત Ministry of Labour & Employment અને Ministry of Agriculture & Farmers Welfare દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના દ્વારા ખેડૂતોને ઘડપણમાં સુરક્ષા પૂરી પાડવાનો છે.

આ યોજના દ્વારા દેશના નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષ પછી દર મહિને રૂપિયા 3000 પેન્‍શનની રકમ આપીને સુરક્ષા આપવાનો મુખ્ય હેતુ છે.

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના 2021 દ્વારા કિસાનોની સામાજિક સુરક્ષા આપવામાં આવે, જેના દ્વારા ખેડૂતોનું ભવિષ્ય સુરક્ષિત રહે અને તેઓ વિકાસ કરી શકે તે આ યોજનાનું મુખ્ય લક્ષ્ય છે.

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના માટે પાત્રતા

Maandhan Yojana માટે ભારત સરકાર દ્વારા પાત્રતા નક્કી કરેલી છે. નીચે મુજબની પાત્રતા ધરાવતા હશે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

  • ભારતના નાગરિક હોય તેવા 18 થી 40 વર્ષના ખેડૂતોને મળશે.
  • નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
  • ખેડૂત 2 હેક્ટર કરતા ઓછી જમીન  ધરાવતો હોય તો લાભ મળવાપાત્ર થાય

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના માટે કોને મળવાપાત્ર નથી

આ યોજના હેઠળ લાભ આપવા માટે ભારત સરકાર દ્વારા પાત્રતા નક્કી કરેલ છે. નીચે મુજનના હોદ્દા કે અન્ય બાબતો ધરાવતા ખેડૂતોને આ યોજના માટે પાત્ર નથી.

  • કોઈપણ સામાજિક સુરક્ષા યોજના જેવી કે Nation Pension Scheme (NPS), કર્મચારી રાજ્ય વીમા નિગમ યોજના, કર્મચારી કોષ સંગઠન યોજનામાંથી પેન્‍શન મેળવતો ન હોવો જોઈએ અથવા આવી સંસ્થાઓના સભ્ય ન હોવા જોઈએ.
  • શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ‘Pradhan Mantri Shram Yogi Maandhan Yojana’ અને ‘Pradhan Mantri Vyapari Maandhan’ યોજનાઓમાં પસંદગી થયેલ ખેડૂતોને મળવાપાત્ર થશે નહિં.
  • આ ઉપરાંત, ઉચ્ચ આર્થિક સ્થિતિ કે અન્ય શ્રેણીઓ ધરાવતા લાભાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહિં.
  • તમામ પ્રકારની સંસ્થાગત જમીન ધરાવતા
  • બંધારણીય હોદ્દાઓ ભૂતકાળ કે વર્તમાન ધરાવતા નાગરિકો
  • ભૂતપૂર્વ કે વર્તમાનના મંત્રીઓ/ રાજ્યકક્ષાના મંત્રીઓ/ લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદ સભ્યો તથા નગર નિગમો કે જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ અને વર્તમાન અધ્યક્ષ
  • કેન્‍દ્ર સરકાર અને રાજ્યના સરકારના તમામ  નિયમિત સરકારી કર્મચારીઓ (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ ક્લાસ-4 ગણતરીમાં લેવાના નથી)
  • ભારતના એવા નાગરિકો કે જેમને ગયા નાણાંકીય વર્ષમાં આવકવેરો ભર્યો હોય. જેવા કે ડૉક્ટર, એન્‍જીનિયર, વકીલ, ચાર્ટર એકાઉન્‍ટર વગેરે

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના માટે જરૂરી દસ્તાવેજો

આ યોજનાનો લાભ દેશના નાના અને સીમાંત ખેડૂતોને મળશે. આ યોજના માટે કયા-કયા ડોક્યુમેન્‍ટ જોઈએ તે નીચે મુજબ છે.

  • આધારકાર્ડ
  • ચૂંટણીકાર્ડ/પાનકાર્ડ/ પાસપોર્ટ પૈકી કોઈપણ એક
  • ઉંમર અંગેનું પ્રમાણપત્ર
  • ખેતીની જમીન ધરાવતા હોય તો તેના પ્રમાણપત્ર
  • બેંક ખાતાની ઝેરોક્ષ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ આઈડી
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનું પ્રીમિયમ

ખેડૂત પેન્‍શન યોજનાનો લાભ લેવા માટે દર મહિને પ્રીમિયમ ભરવાનું રહેશે. આ યોજના હેઠળ લાભાર્થી દ્વારા 50% પ્રીમિયમ ભરવાનું રહેશે અને 50 % પ્રીમિયમની રકમ સરકાર દ્વારા ભરવામાં આવશે.

કિસાન માનધન યોજનાનો લાભ લેવા માટે 18 વર્ષની ઉંમર ધરાવતા લાભાર્થીને દર મહિને રૂપિયા 55 ભરવાના રહેશે અને 40 વર્ષની ઉંમર ધરાવતા ખેડૂતોએ દર મહિને રૂપિયા 200 પ્રીમિયમ ભરવાનું રહેશે.

આ યોજનાનો લાભ 60 વર્ષ પછી મળવાપાત્ર રહેશે. PM Kisan Maandhan Yojana 2021 નો લાભ લેવા માટે લાભાર્થી પાસે બેંક એકાઉન્‍ટ જોઈશે અને તે બેંક એકાઉન્‍ટ આધારકાર્ડ સાથે લિંક કરેલું હોવું જોઈશે.

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના માટે ચાર્ટ

આ યોજના હેઠળ લાભાર્થીઓ દ્વારા દર મહિને પ્રીમિયમની રકમ ભરવાની રહેશે. આ પ્રીમિયમ બેંક ખાતામાંથી ભરી શકાશે. ઉંમર પ્રમાણે લાભાર્થીઓને પ્રીમિયમ ભરવાનું હોય છે. લાભાર્થીની ઉંમર પ્રમાણે Kisan Mandhan Yojana Calculator ની માહિતી નીચેના ટેબલ દ્વારા જાણીશું.

યોજનામાં
જોડાયા
વખતની
ઉંમર
નિવૃત્ત ઉંમર દર મહિને
પ્રીમિયમની
રકમ
કેન્‍દ્ર સરકાર
દ્વારા ચૂકવવાની
પ્રીમિયમની રકમ
કુલ પ્રીમિયમની
રકમ
(A) (B) (C) (D) (Total=C+D)
18 60 55 55 110
19 60 58 58 116
20 60 61 61 122
21 60 64 64 128
22 60 68 68 136
23 60 72 72 144
24 60 76 76 152
25 60 80 80 160
26 60 85 85 170
27 60 90 90 180
28 60 95 95 190
29 60 100 100 200
30 60 105 105 210
31 60 110 110 220
32 60 120 120 240
33 60 130 130 260
34 60 140 140 280
35 60 150 150 300
36 60 160 160 320
37 60 170 170 340
38 60 180 180 360
39 60 190 190 380
40 60 200 200 400

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના માટે રજીસ્ટ્રેશન

દેશના નાના અને સીમાંત ખેડૂતો પ્રધાનમંત્રી પેન્‍શન યોજના લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.  આ યોજનાની ઓનલાઈન અરજી કયાં કરવી તેની માહિતી માટે નીચે મુજબના સ્ટેપસ ભરવાના રહેશે.

  • સૌપ્રથમ તમારા વિસ્તારના કોમન સર્વિસ સેન્‍ટરનો સંપર્ક કરવો. તમારા વિસ્તારના Common Service Center શોધવાનું રહેશે.
  • જ્યાં Village Level Entrepreneur (VLE) ને તમામ ડોક્યુમેન્‍ટ આપવાના રહેશે.
  • VLE દ્વારા એમના CSC Login દ્વારા લાભાર્થીની વ્યક્તિગત માહિતી, બેંકની માહિતી તથા અન્ય વિગતો ઓનલાઈન ભરવાની પ્રક્રિયા કરશે. ત્યારબાદ તે ઉંમર પ્રમાણે પ્રીમિયમની રકમ માટે રજીસ્ટેશન કરાવશે.
  • ઓટો ડેબિટ માટે રજીસ્ટેશન કરવામાં આવશે, જેમાં લાભાર્થીની સહી કરવામાં આવશે.
  • VLE દ્વારા લાભાર્થીના તમામ ડોક્યુમેન્‍ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના માટે સ્વ નોંધણી રજીસ્ટ્રેશન

આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓ દ્વારા જાતે પણ રજીસ્ટેશન કરી શકે છે. લાભાર્થી દ્વારા Online Registration કેવી રીતે કરવું તેની માહિતી નીચે મુજબ દ્વારા જાણીશું.

  • સૌપ્રથમ લાભાર્થીએ આ યોજનાની Official Website પર જવાનું રહેશે.
  • જેમાં Pradhan Mantri Kisan Maandhan Yojana પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં યોજનાની સંપૂર્ણ માહિતી વાંચવાની રહેશે.
  • ત્યારબાદ “Click Here to apply Now” પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં બે ઓપ્શન ખૂલશે, 1) Self Enrollment અને 2) CSC VLE જેમાં નંબર-1 પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે નામ, મોબાઈલ નંબર અને ઈમેઈલ નાખીને Captch Code નાખવાનો રહેશે.
  • ત્યારબાદ Enrollment પર ક્લિક કરીને Pradhn Mantri Kisan Maandhan Yojana પર ક્લિક કરવાનું રહેશે.

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલાય અને કૃષિ તેમજ કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા આ પોર્ટલ બનાવવામાં આવેલ છે. આ વેબસાઈટ દ્વારા લાભાર્થીઓને કોઈ પ્રશ્ન કે સમસ્યા હોય તો હેલ્પલાઈન પર સંપર્ક કરી શકે છે.

નોંધ : આ લેખમાં તમને ફક્ત માહિતી જણાવવામાં આવી છે અને તમને વધુ કોઈ જાણકારી જાણવા માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઇ શકો છો. અન્ય કોઈ સમસ્યા માટે  Comment “ માં જણાવી શકો છો?

Important Link

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,gujjuonline

ફ્રી લેપટોપ યોજના

ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના 2023

કુંવરબાઈનું મામેરું યોજના 2023

શ્રવણ તીર્થ દર્શન યોજના 2023

સુકન્યા સમૃદ્ધિ યોજના 2023

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!