ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના 2023 @ ikhedut.gujarat.gov.in

Are You Looking for Kisan Drone Yojana @ ikhedut.gujarat.gov.inશું તમે ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં પોસ્ટમાં ગુજરાત ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના 2023 વિષે પુરી જાણકારી જણાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

Kisan Drone Yojana : ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો માટે અવારનવાર ઘણી બધી યોજના અમલમાં મુક્તિ રહે છે હમણાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પાકમાં દવાના છટકાવવા માટે ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ યોજનાકરવા માટે એક યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.

ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના વિષે ટૂંકમાં માહિતી

ગુજરાત સરકાર દ્વારા ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ યોજના પૂરી પાડવા માટે કૃષિ ક્ષેત્રના અધ્યતન ટેકનોલોજીના ઉપયોગથી આ યોજના માં ડ્રોન થી દવાનું છટકાવ કરવામાં આવશે જેનો ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને સહાય આપવામાં આવશે.

આ યોજનાએ ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી ખેતીવાડી યોજના છે જેના મદદથી ગુજરાતના ખેડૂત લાભ લઈને ડ્રોનથી તેમના પાકના દવાના છટકાવ કરી શકે છે આ હેઠળ ખેડૂતોને ડ્રોનથી જંતુનાશક દવાના છંટકાવના ખર્ચ ઉપર સરકાર દ્વારા 90% સહાય આપવામાં આવે છે.

Table of Kisan Drone Yojana

યોજનાનું નામ Kisan Drone Yojana
વિભાગનું નામ ખેતીવાડી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે? ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે?  પ્રતિ એકર કુલ ખર્ચના 90% અથવા રૂપિયા 500 બંને માથી એક
સત્તાવાર વેબસાઈટ @ ikhedut.gujarat.gov.in
અરજીની પદ્ધતિ ઓનલાઇન

ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના

ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતની આવક બમણી કરવા અનેક યોજના બનાવવામાં આવે છે. સાથે સાથે ખેડૂતના સ્વાસ્થની પણ ચિંતા કરી એના માટે પણ યોજના બનાવે છે.

ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના હેઠળ ખેડૂતો જોખમ વગર જંતુનાશક દવાઓ પાક પર છંટકાવ કરી શકે. આ માટે સરકાર એ પ્રતિ એકર કુલ ખર્ચના 90% સુધી સહાય આપે છે. આ માટેની વધુ માહિતી માટે આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.

Objective of Kisan Drone Yojana

ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજનાનો મુખ્ય ઉદેશ્ય એ છે કે ખેડૂત એ ડ્રોન ટેક્નોલૉજીથી અવગત થાય. તેમજ કોય પણ જોખમ વગર દવાઓનો અસરકારક રીતે પાક પર છંટકાવ કરી સારી ઉપજ મેળવવાનો છે.

ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના હેઠળ કયા ખેડૂતોને લાભ મળશે?

રાજ્યના ખેડૂતોને ડ્રોન થી દવા છંટકાવ સહાય મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. જે પાત્રતા નીચે મુજબ છે.

  • અરજદાર ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ નાના ખેડૂત, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારના ખેડૂતોને મળશે.
  • અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂતને આ ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 1 વર્ષ છે.

Assistance available under Kisan Drone Yojana

અહીં Kisan Drone Yojana હેઠળ મળતી સહાય નીચે મુજબ છે.

  • ખેડૂતને ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે.
  • ખાતાદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.

ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ

Kisan Drone Yojana નો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • ખેતીના7-12 અને 8-અજમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • બેંક પાસબુક ઝેરોક્ષ
  • મોબાઈલ નંબર

Last Date to Apply for Kisan Drone Yojana

Kisan Drone Yojana માં અરજી કરવા માટેની મહત્વપૂર્ણ તારીખો.

અરજી કરવાની શરૂઆતની તારીખ:- 05/07/2023

અરજી કરવાની છેલ્લી તારીખ :- 04/09/2023

ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના અરજી કેવી રીતે કરવી?

Kisan Drone Yojana નો લાભ લેવા માટે @ ikhedut.gujarat.gov.in  પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને સાથે ઓનલાઇન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા કરવાની રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

  • સૌપ્રથમ તમારે તમારા Mobile, computer કે કોઈપણ ડિવાઇસમાં Google ઓપન કરવાનું રહેશે.
  • હવે Google સેર્ચમાં જઈને @ ikhedut.gujarat.gov.in ટાઈપ કરવાનું રહેશે.
  • હવે તમારી સામે ikhedut portal ની સત્તાવાર વેબસાઇટ તમારી સામે આવશે.
  • હવે ikhedut portal ની સત્તાવાર વેબસાઇટ ઓપન કરો.
  • હવે તમારી સામે આઈ@ ikhedut.gujarat.gov.in વેબસાઈટનું Home Page ખુલીને આવશે.
  • હવે Home Page પર તમને ઉપર મેનુમાં “યોજના”  દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • હવે વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક New page ખૂલશે.
  • જેમાં તમારે “ખેતીવાડીની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે “ખેતીવાડીની યોજનાઓ” ખોલ્યા બાદ તેમાં કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) નો ઉપયોગ (૧૦૦% રાજ્ય પુરસ્કૃત) વિભાગ જોવા મળશે.
  • આ વિભાગમાં ક્રમનંબર 1 પર આવેલી ડ્રોન થી દવા છંટકાવ સહાય પર ક્લિક કરો.
  • જેમાં “ડ્રોન થી દવા છંટકાવ સહાય” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
  • હવે તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે.
  • જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • હવે ફરી તમારી સામે એક New page ઓપન થશે.
  • આ પેજમાં તમને એક form જોવા મળશે.
  • હવે આ formમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • હવે form ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર Click કરવાનું રહેશે.
  • હવે ફરીથી ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ અરજી Conform કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર Conform કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ Online અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.

Kisan Drone Yojana હેલ્પલાઇન નંબર

ખેડૂત મિત્રો, અહીં અમે આ લેખમાં Kisan Drone Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ તમને આ યોજના વિશે હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી” નો સંપર્ક કરીને, આ ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.

Important Link

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…….

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : [email protected]
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment