ગિરનાર લીલી પરિક્રમા ની તારીખ જાહેર, જાણો તેનો રૂટ અને અન્ય માહિતી

ગિરનાર લીલી પરિક્રમા ની તારીખ જાહેર : બે વર્ષ કોરોનાના કારણે લીલી પરિક્રમા બંધ રહી હતી ગયા વર્ષે યોજાયેલ પરિક્રમા મા લાખો લોકો જોડાયા હતા. ત્યારે આ વર્ષે પણ લાખો લોકો આ પરિક્રમા મા આવે તેવી શકયતાઓ છે. બે વર્ષ બાદ પરિક્રમા યોજાતા.

શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં જોડાય તેવી શક્યતા જોવાઇ રહી છે. જૂનાગઢમાં દર વર્ષે લીલી પરિક્રમા યોજવામા આવે છે. દિવાળી બાદ યોજાતી આ પરિક્રમા લોકોને પ્રકૃતિ સાથે જોડવાની સાથે તેનું ઘાર્મિક મહત્વ પણ ઘણુ ધરાવે છે. આ વર્ષે પણ લીલી પરિક્રમા યોજાનાર છે.

જૂનાગઢના ગિરનાર પર્વત વિસ્તારમાં દર વર્ષે યોજાતી લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ પણ ઘણુ રહેલુ છે. ત્યારે આ લીલી પરિક્રમા મા સામેલ થવા જુનાગઢ સહિત અન્ય જિલ્લાઓમા થી પણ લાખો લોકો આવ છે. સામાન્ય રીતે ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી શરૂ થાય છે.

ગિરનાર લીલી પરિક્રમા ની તારીખ જાહેર

23 થી 27 નવેમ્બર ગિરનારની લીલી પરિક્રમા યોજાનાર છે. ઉતારા અન્નક્ષેત્ર મંડળની બેઠકમાં તિથી મુજબ તારીખ નક્કી કરવામાં આવી છે. ગિરનાર લીલી પરિક્રમા ની તારીખ જાહેર, જાણો તેનો રૂટ અને અન્ય માહિતી

  • દરવર્ષે કારતક અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે.
  • પરિક્રમાના આયોજન અંગે ભગવાન જ્ઞાતિ સમાજ અને ટ્રસ્ટના ઉતારા મંડળની બેઠક યોજાઇ હતી.
  • જેમાં તા.23 નવેમ્બરથી પરિક્રમાનો પ્રારંભ અને તા.27 નવેમ્બરના કારતક સુદ પૂનમના પૂર્ણ થશે.
  • હાલ ગિરનાર ક્ષેત્રમાં નદી-નાળામાં પાણીથી ભરપૂર છે; ખેતીકામની સિઝન પૂર્ણ થઈ ગઈ છે, જેને લઈને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે.
  • પરિક્રમામાં આવતા યાત્રિકોની સુવિધાઓ માંતે દિવાળી પૂર્વે તંત્ર દ્વારા બેઠક બોલાવવામાં આવે એવી માંગ ઉઠી છે.
  • આ વર્ષે પરિક્રમામાં 15 લાખ જેટલા ભાવિકો ઉમટી પડશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો,

ST બસમાં ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે

ગિરનાર લીલી પરિક્રમા

જૂનાગઢ શહેરથી ૫ કી.મી. દુર આવેલા ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ અગીયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં પરિક્રમા માટે આવેલા યાત્રિકો ભેગા થઈ જાય છે. બીજા દિવસે આ કામણગારી ધરામા પ્રક્રુતિને નિહાળતા અને આનંદ વિનોદ કરતા કરતા યાત્રિકો પગપાળા પંથ કાપતા જાય છે.

તેજ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો-મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને બંધુકનાં અવાજ સાથે પરિક્રમાનો પ્રારંભ કરાવવામા આવે છે.  દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે.

બપોરનાં ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનુ બનાવી જમે છે. આમ બીજા દિવસે રાત્રિ રોકાણ જીણાબાવાની મઢીએ કરવામા આવે છે. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. યાત્રિકો અહિ સુધીમા 12 કી.મી. જેટલુ અંતર કાપે છે.

ગીરનાર પરિક્રમા રૂટ

આ રૂટમા વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે. તે પછી જીણાબાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં જીણાબાવા નામનાં સંત ધુણી ધખાવીને રહેતા હતાં. તેથી તે જીણાબાવાની મઢી તરીકે ઓળખાય છે. ત્રીજા દિવસે યાત્રિકો અંદાજીત 8 કીમી જેટલુ અંતર કાપે છે.

ત્રીજા દિવસે સવારથી જ થાક ઉતારી અને નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરૂદત જેવા નારા ગલાવીને આગળ વધતા જાય છે. બપોરનો સમય થતા યાત્રિકો વિસામો કરી સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવતા નજરે પડે છે.

સાંજ પડતા જ જંગલનાં ગીચ ઝાડી મા ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખતા હોય છે. આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા કરવામા આવે છે. આ સ્થળ ગિરનારનાં જંગલનાં મધ્યમાં આવેલુ અતિ રમણીય સ્થળ છે.

આ પણ વાંચો,

Indian Postal Department Recruitment : ભારતીય ડાક વિભાગમાં ભરતી

ગીરનાર પરિક્રમા માટે માહિતી

અહીં ખૂબજ ઉચી વેલો થાય છે. જયાં દિવસે પણ સુર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથી જ તેનુ નામ માળવેલા પાડવામા આવ્યુ છે. જયાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસમંડળીની જમાવટ કરવામા આવે છે. ચૌદશની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે.

આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપુર વાતાવરણ મા થાક ઉતારે છે. ચોથા દિવસે સવારે યાત્રિકોની વણજાર માળવેલાથી નીકળીને ગિરનારની પુર્વમાં થઈને દક્ષિણ તરફ આગળ વધે છે. અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ ચાલતા જાય છે.

આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારિરીક રીતે અશક્ત વૂધ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધે છે. અને સાંજનાં સમયે બોરદેવી પહોંચી જાય છે. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ અહિં આવે છે.

પરિક્રમા માટે ક્યાં જવાનું રહશે?

રળીયામણા અને પ્રાકૃતિક સૌદર્યથી ભરપૂર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જયાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલ છે. યાત્રાનાં છેલ્લા અને પાંચમા દિવસે એટલેકે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આ તિથી મુજબ નવેમ્બર 23 થી 27 સુધી પરિક્રમા યોજાય તેવી સંભાવના છે.

આમ આ યાત્રાનાં ઘણા ખરા યાત્રિકો ગિરનાર પણ ચડતા હોય છે. અને ત્યાં બધા દેવસ્થાનો મા દર્શન કરે છે. તે સિવાયનાં યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે. ગીરનાર મા યોજાતી લીલી પરિક્રમા દર વર્ષે તિથી મુજબ યોજાય છે.

આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થયેલી પરિક્રમા યાત્રા દેવ દિવાળીએ પુરી થાય છે. ગીરનાર લીલી પરિક્રમા માટે ફાઇનલ તારીખો જાહેર થયે અપડેટ કરવામા આવશે.  તેથી આ વર્ષે પણ કારતક અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી યોજાનાર છે. ગિરનાર લીલી પરિક્રમા ની તારીખ જાહેર, જાણો તેનો રૂટ અને અન્ય માહિતી

આ પણ વાંચો,

તમારે લોન લેવી છે અને કેટલી મળશે જાણવા CIBIL Score ચેક કરો

LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ધટાડો

1000 રૂપિયાની નોટને લઈને RBI ની મોટી જાહેરાત

!! Gujuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!